ધોરાજી તાલુકા પોલીસ ને મળી મોટી સફળતા અન્ય વિસ્તાર માંથી ટ્રેક્ટર ની ચોરી કરનાર આરોપી ટ્રેક્ટર સાથે પકડી પાડ્યો છે. જામનગર જિલ્લા નાં શેઠવડાળા ગામ માંથી ટ્રેક્ટર ની ચોરી ની ફરીયાદ નાં આધારે ધોરાજીતાલુકા પોલીસ સર્વેલનસ નો સ્ટાફ અને યોગ્ય બતામી આધારે વોચ ગોઠવી હતી અને આરોપી ને ટ્રેક્ટર સાથે પકડી પાડ્યો હતો.
આરોપી મૂળ ભાવનગરના મહુવા તાલુકા માં રહેતો જયસુખ ઉર્ફે જયેશ લાલજી જામનગર નાં શેઠવડાળા ગામ થી ટ્રેક્ટર ચોરીકરી નાસી છૂટ્યો હતો ધોરાજી તાલુકા પોલીસ દ્વારા આ આરોપી ને ટ્રેક્ટર સાથે પકડી પાડ્યો હતો ટ્રેક્ટરની કિંમત 1,25,000 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયો હતો.