વેરા વળતર યોજનાના છેલ્લા 3 દિવસ બાકી, મનપાને રૂ.195 કરોડની આવક

રાજકોટ મહાનગરપાલિકાની અર્લી બર્ડ ડિસ્કાઉન્ટ સ્કીમનો તા.9 એપ્રિલથી તા.27 જૂન સુધીમાં કુલ 2,85,008 કરદાતાએ લાભ લીધો હતો અને એડવાન્સ વેરા પેટે રૂ.194.42 કરોડનો વેરો ભરપાઈ કર્યો હતો અને કુલ ભરપાઈ કરેલ વેરામાં રૂ.21.28 કરોડ જેટલી રકમનું ડિસ્કાઉન્ટ મેળવ્યું હતું. જેમાંથી 2,11,642 કરદાતા દ્વારા ઓનલાઇન રૂ.130.36 કરોડ તથા 73,366 કરદાતા દ્વારા ચેક તથા રોકડાથી રૂ.64.06 કરોડ ભરપાઈ કરવામાં આવ્યા હતા. તદુઉપરાંત વર્ષ 2025-25માં બાકી મિલકત વેરા-વસૂલાત સામે વોર્ડ નં.7માં કુલ-17 મિલકતને સીલ તથા વોર્ડ નં-3માં કુલ-3 મિલકતને સીલ કરાઈ છે.

આ ડિસ્કાઉન્ટ યોજના હેઠળ 31 મે સુધી સામાન્ય કરદાતાઓને 10% ડિસ્કાઉન્ટ અને મહિલાઓ માટે 15% ડિસ્કાઉન્ટનું પ્રદાન કરવામાં આવે છે. ત્યારબાદ 1થી 30 જૂન સુધી મહિલાઓ માટે 10% ડિસ્કાઉન્ટ અને સામાન્ય કરદાતા માટે 5% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. જેથી રાજકોટ મહાનગરપાલિકાની હદમાં આવેલ તમામ મિલકતધારકોને આ બંને યોજનાઓનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.

મિલકતવેરાના બાકીદારોને રાહત મળી રહે તે હેતુથી “વન ટાઈમ ઇનસ્ટોલમેન્ટ સ્કીમ” અમલમાં મૂકવામાં આવી છે. “વન ટાઈમ ઇનસ્ટોલમેન્ટ સ્કીમ”માં કુલ 2117 કરદાતાએ ભાગ લીધો છે તથા “વન ટાઈમ ઇનસ્ટોલમેન્ટ સ્કીમ” યોજના 31-5 સુધી અમલી રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *