ગોંડલના સડકપીપળીયા પાસે હાઈવે પર ગ્રામજનોએ કર્યો ચક્કાજામ

ગોંડલના સડકપીપળીયા નજીક નેશનલ હાઈવે પર સ્થાનિક ગ્રામજનોએ આજે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગ્રામજનોએ હાઈવે પર પથ્થરો મૂકીને વાહનવ્યવહાર અટકાવ્યો હતો. આના કારણે સડકપીપળીયાથી બંને તરફ ચાર કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી હતી.

ગ્રામજનો છેલ્લા દોઢ વર્ષથી નેશનલ હાઈવેની સિક્સ લેન કામગીરીથી પરેશાન છે. હાઈવે કોન્ટ્રાક્ટરો દ્વારા તેમને ગામમાં આવવા-જવા માટે યોગ્ય રસ્તો આપવામાં આવતો નથી. રાજકોટ તરફથી આવતા વાહનો અને ખેડૂતોના બળદગાડાને સિંગલ લાઈનમાં ત્રણ કિલોમીટર ટોલટેક્સ પાસેથી ફરવું પડે છે.

પીપળીયા ગામથી સામેની સાઈડ જવા માટે ખેડૂતોને બળદગાડા સાથે રિબડા ગામે ત્રણ કિલોમીટર ફરવું પડે છે. ગ્રામજનોને રોંગ સાઈડમાં વાહનો લઈને ચાલવાની ફરજ પડે છે. આના કારણે અકસ્માતનો ભય રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *