હોલિવૂડની હડતાળને લીધે ભારતીય વીએફએક્સ કલાકારો બેરોજગાર

દુનિયાની સૌથી મોટી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોલિવૂડના લેખકો-કલાકારો સારા વેતનની માગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(એઆઈ)ના વધતા જતાં વ્યાપને લઈ લાંબા સમયથી હડતાળ પર છે. 2 મેના રોજ શરૂ થયેલી હડતાળને 115 દિવસ થઈ ગયા છે, જ્યારે 14 જુલાઈના રોજ શરૂ થયેલી કલાકારોની હડતાળના 42 દિવસ વીતી ગયા છે. 63 વર્ષમાં સૌથી મોટી હડતાળને કારણે મોટા પ્રોડક્શન હાઉસ બંધ થતાં ભારતમાં 10,000થી વધુ વીએફએક્સ અને કમ્પ્યુટર ગ્રાફિક્સ (સીજી) કલાકારોની રોજગારી જોખમમાં છે. 2 લાખથી વધુ કમર્ચારી, કલાકારો, લેખકો અને ટેક્નિકલ ક્રૂ મેમ્બરોની આ ઐતિહાસિક હડતાળને કારણે અમેરિકન ટીવી અને ફિલ્મ ઉદ્યોગ સંપૂર્ણ રીતે ઠપ થઈ ગયો છે.

હોલિવૂડની દિગ્ગજ કંપનીઓ ભારતીય વીએફએક્સ કલાકાર પર નિર્ભર
હોલિવૂડનાં પ્રોડક્શન હાઉસ ભારતીય મૂળના વીએફએક્સ કલાકારો પર નિર્ભર છે. ઘણા પ્રોજેક્ટનું કામ ભારતીય વીએફએક્સ ઉદ્યોગ સાથે આઉટસોર્સ દ્વારા કરવામાં આવે છે. એન્ટી ગ્રેવિટી અને સ્ક્રીન વિસ્ફોટનાં દ્રશ્યો પણ ભારતીય કલાકાર મુંબઈ, બેંગ્લોર, હૈદરાબાદ અને ચેન્નાઈમાં બનાવે છે.

2018માં ઓસ્કાર વિજેતા ‘ધ શેપ ઓફ વોટર’, ‘માર્બલ સિનેમાના એવેન્જર્સ’, ‘થોર: રાગ્નારોક’, હોલિવૂડ બ્લોક બ્લાસ્ટર્સ ‘ફેટ ઓફ ફ્યુરિયસ હેન્ડમેઇડ્સ ટેલ’, ‘ગ્રેવિટી’, ‘અવતાર’, ‘મેલીફિસેન્ટ’ અને ‘ઇન્ટરસ્ટેલર’માં ભારતીય વીએફએક્સ કલાકારોએ કામ કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *