આ વર્ષે નાની બચત સંગ્રહ માત્ર ચાર મહિનામાં 48 ટકા વધ્યું

ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં નાની બચતના ચોખ્ખા સંગ્રહમાં વાર્ષિક ધોરણે લગભગ 48%નો વધારો જોવા મળ્યો છે. તે 2023-24ના બજેટ લક્ષ્યના 34% સુધી પહોંચી ગયું છે. સ્મોલ સેવિંગ્સ ફંડમાં આ વધારાની રકમ કેન્દ્ર સરકારને તેની રાજકોષીય ખાધને પહોંચી વળવા સરકારી સિક્યોરિટીઝ દ્વારા બજાર ઉધાર પરની નિર્ભરતા ઘટાડવામાં મદદ કરશે તેમ નાણા મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ માહિતી આપી.

અધિકારીએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર 2023-24માં ડેટેડ સિક્યોરિટીઝના વેચાણ દ્વારા કુલ ધોરણે 15.43 લાખ કરોડ રૂપિયાનું રેકોર્ડ ઉધાર લેવાની યોજના ધરાવે છે. તેમાંથી 8.88 લાખ કરોડ રૂપિયા ચાલુ નાણાકીય વર્ષ 2023-24ના પહેલા છ મહિનામાં એટલે કે એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન ઉધાર લેવામાં આવી રહ્યા છે. બાકીના રૂ. 6.63 લાખ કરોડ ઓક્ટોબર 2023 થી માર્ચ 2024 સુધીના અર્ધ વર્ષમાં ઉધાર લેવામાં આવશે. કોરોના મહામારી બાદ વૈશ્વિક સ્તરે બચતમાં ઝડપી ઘટાડો થયો છે. જોકે, ભારતમાં પણ ઘટાડો જોવા મળ્યો છે પરંતુ વૈશ્વિક કરતા રેશિયો ઘણો ઓછો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *