પડધરી પાસેના નાની અમરેલી ગામે ફેક્ટરીના ગોડાઉનમાં પુંઠાના ઢગલા પર સુતેલા શ્રમિક યુવાન પર લોડર ફરી વળતા તેનું મોત નીપજયું હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ નાની અમરેલી ગામે નીલકંઠ પલ્પ એન્ડ પેપર બોર્ડ કંપનીના ગોડાઉનમાં પુંઠાના ઢગલા પર જીતેન્દ્ર ગેહલોત (રહે. મધ્યપ્રદેશ )પર લોડર ચડી જતા તેને ગંભીર ઇજા થતા મોત નીપજયું હતું
બનાવની જાણ થતા પડધરી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડી તપાસ હાથ ધરી હતી. પોલીસે તપાસ કરી મૃતક જીતેન્દ્રના ભાઇ સરારની ફરિયાદ પરથી લોડરના ચાલક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.