દાહોદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વેરાવળથી સાબરમતી માટે વંદે ભારત એક્સપ્રેસનું ઈ-લોકાર્પણ કર્યું. વંદે ભારત એક્સપ્રેસ વેરાવળથી ઉપડ્યા બાદ સાંજે લગભગ 7 વાગે સાબરમતી સ્ટેશને પહોંચી હતી. જ્યારે 27 મેથી રેગ્યુલર સંચાલન કરાશે. જોકે આ રૂટની અન્ય ટ્રેનોની સરખામણીમાં વધુ ભાડું ચૂકવવું પડશે.
જેમાં ચેરકાર માટે રૂ.1105 તેમ જ એક્ઝિક્યુટિવ ચેરકાર માટે રૂ.2110 ભાડું ચૂકવવું પડશે. આ ટ્રેન સાબરમતીથી સવારે 5.25 વાગે ઊપડી બપોરે 12.25 વાગે વેરાવળ પહોંચશે. તે સપ્તાહમાં ગુરુવાર સિવાય છ દિવસ દોડશે