પશ્ચિમ રેલવે હેઠળના રાજકોટ-હડમતિયા વચ્ચે ડબલ લાઈન પ્રોજેક્ટનું સફળતાપૂર્વક લોકાર્પણ કરવામાં આવ્યું છે. અંદાજે 39 કિમી લાંબો આ માર્ગ હવે ડબલ લાઈનથી સજ્જ બન્યો છે, જે કુલ રૂ.377 કરોડના ખર્ચે પૂર્ણ થયો છે. આ પ્રોજેક્ટનો અમલ ઔદ્યોગિક અને માલવહન આધારિત અને પ્રવાસન વ્યવહારને વધુ ઝડપ આપે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
રાજકોટ-હડમતિયા માર્ગ જામનગરના ઔદ્યોગિક કેન્દ્રો સાથે રાજકોટ શહેરને સીધો સંપર્ક પૂરો પાડે છે. અગાઉ આ સેક્શન સિંગલ લાઈનથી સંચાલિત હતું, જેના કારણે ટ્રેનોના સંચાલનમાં વિલંબ થતો હતો અને માલવહન ક્ષમતા પણ મર્યાદિત હતી. હવે ડબલ લાઈન દ્વારા બંને દિશામાં ટ્રેનો વધુ સરળતાથી સંચાલિત થઈ શકશે અને આવનારી પરિવહન જરૂરિયાતો પૂર્ણ કરવામાં મદદરૂપ થશે.
રાજકોટ-હડમતિયા વિભાગ જામનગરના ઔદ્યોગિક કેન્દ્ર સાથે મહત્ત્વપૂર્ણ જોડાણો પૂરા પાડે છે, જે માલસામાનની અવરજવરમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ સ્થાનિક ઉદ્યોગો સુધી માલસામાનના કાર્યક્ષમ પરિવહનને ટેકો આપે છે, જેનાથી પ્રાદેશિક અર્થતંત્રને વેગ મળે છે. આ વિભાગ પ્રવાસનને પણ વેગ આપે છે અને પ્રવાસીઓને, ખાસ કરીને ધાર્મિક શહેર દ્વારકાની મુલાકાત લેતા યાત્રાળુઓને સારી સેવાઓ પૂરી પાડે છે. એકંદરે આ પરિયોજના પ્રદેશના સામાજિક-આર્થિક વિકાસમાં ફાળો આપે છે.