ધોરાજી નાં પાટણવાવ ગામે નાયબ કલેકટર, ડીવાયએસપી મામલતદાર સહિત ની ટીમે ધાર્મીક દબાણ દૂર કરવા ની કાર્યવાહી હાથ ધરાઈ હતી. ધોરાજી તાલુકાના પાટણવાવ ગામે સરકારી પડતરના સર્વે નંબર 23/1 પૈકી 1 માં અંદાજિત 3000 ચો.મી. માં બનેલ ગેરકાયદેસર ધાર્મિક દબાણ નાયબ કલેકટર, મામલતદાર સહિત નાં અધીકારી ઓ ની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે દબાણ ઝૂંબેશ હાથ ધરી ને દબાણો દૂર કરાયા છે.આશરે 19 લાખની સરકારી પડતર જમીન ખુલ્લી કરવામાં આવેલ છે.
ધોરાજી નાયબ કલેકટર નાગાજણ તરખાલા, મામલતદાર પંચાલ એ જણાવ્યું હતું કે ધોરાજી તાલુકાના પાટણવાવ ગામે સરકારી પડતરના સર્વે નંબર 23/1 પૈકી 1 માં અંદાજિત 3000 ચો.મી. માં બનેલ ગેરકાયદેસર ધાર્મિક દબાણ નાયબ કલેકટર, મામલતદાર સહિત નાં અધીકારી ઓ ની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે દબાણ ઝૂંબેશ હાથ ધરી ને દબાણો દૂર કરાયા છે.આશરે 19 લાખની સરકારી પડતર જમીન ખુલ્લી કરવામાં આવેલ છે.
ધાર્મિક દબાણ બાબતે નામદાર સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન મુજબ તથા ૨૦૧૦ના જાહેર રસ્તાઓ તથા જાહેર જગ્યાઓ પરના ધાર્મિક દબાણ અન્વયેના પૈકી આ દબાણ દૂર કરવામાં આવેલ છે. આ દબાણ માટે સિવિલ કોર્ટ,ધોરાજી ત્યારબાદ એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ,ધોરાજી આ બંને કોર્ટમાંથી મનાઈ હુકમ ના મળતા અને વધુમાં તાલુકા સ્વાગતમાં પણ આ બાબતે દબાણ અરજી આવતાં આ દબાણ દૂર કરાયું છે.