ધોરાજી સરકારી હોસ્પિટલ માં વર્ષો ની રજૂઆતો બાદ રેડીયોલોજીસ્ટ નિષ્ણાત તબીબ ની નિમણૂક થતાં એક મહીનો સેવા બજાવતાં બદલી ઓર્ડર થયો, રેડીયોલોજીસ્ટ નિષ્ણાત તબીબ વગર દાતાઓ એ આપેલાં લાખો રૂપિયા નાં સાધનો પડતર રહૈશે? દદી ઓ ને હાલાકી વેઠવી પડનાર છે.
ધોરાજીની સરકારી હોસ્પિટલમાં સુવિધાઓમાં વધારો થતા લોકોની આરોગ્ય સેવાઓમાં વધારો થયો હતો ધોરાજી સિવિલમાં નવનિયુકત ડો.હેમજીત શાહ રેડીયોલોજીસ્ટ નિષ્ણાત તબીબ નીમણૂંક થયા બાદ માત્ર એકમહીનાની અંદર ધોરાજી થી પડધરી બદલી થતાં સેવાભાવી કાર્યકર્તા ઓ એ રોષ વ્યક્ત કરાયો છે.
ધોરાજી નાં સેવાભાવી કાર્યકર્તા ઓ એ જણાવ્યું હતું કે ધોરાજી સરકારી હોસ્પિટલ માં નવનિયુકત ડો.હેમજીત શાહ રેડીયોલોજીસ્ટ નિષ્ણાત તબીબ નીમણૂંક થયા બાદ માત્ર એકમહીનાની અંદર ધોરાજી થી પડધરી બદલી થતાં ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે દદી ઓ ને સારવાર મેળવવા માં હાલાકી ભોગવવી પડનાર છે લાખો રૂપિયાનું આપેલ સોનોગ્રાફી મશીન સહિતના લાખો રૂપિયા નાં સાધનો પડતર રહેશે અને ગર્ભવતી મહીલાઓ અને અન્ય દર્દીઓનેના છુટકે મોઘીદાટ હોસ્પિટલમાં સોનોગ્રાફી કરાવા જવું પડશે સરકારી હોસ્પિટલ ખાતે ધટતા નિષ્ણાત તબીબો રેડીયોલોજીસ્ટ નિષ્ણાત તબીબ ની તાત્કાલિક નિમણૂક કરવા ની માાંગણી કરાય છે.