રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે શુક્રવારે લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક મળી હતી જેમાં 92 કેસ મુકવામાં આવ્યા હતા જે પૈકી બે કેસમાં એફઆરઆઈ દાખલ કરવા માટે આદેશ કરાયો છે અને 26 કેસમાં સમાધાન કરાયું છે અને 62 કેસ ડ્રોપ કરાયા છે.
લેન્ડ ગ્રેબિંગની બેઠકમાં સરકારી જમીનો પર પેશકદમી અને પારકી મિલકતો પચાવી પાડવાના પ્રકરણમાં કાર્યવાહી કરવામાં આવતી હોય છે. આ બેઠકમાં કલેક્ટર ઉપરાંત પોલીસ વિભાગના અધિકારીઓ પણ હાજર હોય છે. આવતા માસમાં પણ લેન્ડ ગ્રેબિંગની બેઠક મળશે. રાજકોટ શહેર-જિલ્લાભરમાંથી અરજદારોના કેસો લેન્ડ ગ્રેબિંગ હેઠળ મુકવામાં આવે છે અને બન્ને પક્ષોને સાંભળવામાં આવે છે. શુક્રવારે મળેલી બેઠક કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળી હતી