રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર તુષાર સુમેરા તથા નાયબ મ્યુનિસિપલ કમિશનર મનીષ ગુરવાનીના માર્ગદર્શન તથા સિટી એન્જિનિયર એમ. આર. શ્રીવાસ્તવના નિર્દેશન હેઠળ ગઈકાલે (22 મે) પૂર્વ ઝોનમાં આવેલ વોર્ડ નં.5માં માલધારી સોસાયટી, ભવાની રોડવેઝ વાળી શેરીમાં ગેરકાયદે. બાંધકામ દુર કરવા માટે ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં વોર્ડ નં.5માં આવેલ માલધારી સોસાયટી, ભવાની રોડવેઝ વાળી શેરીમાં અન-અધિકૃત રહેણાંક અને વાણિજ્ય હેતુથી બનાવવામાં આવેલ 5 દુકાન અને 1 મકાનનું બાંધકામ દુર કરવામાં આવ્યું છે
જ્યારે આજે સવારના ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા અનઅધિકૃત બાંધકામને દુર કરવા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા 260(2) નોટિસ પાઠવી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં અંબિકા ટાઉનશીપ મુખ્યમાર્ગ 3ના ખૂણે વસંત વાટિકા ખાતે વાણિજ્ય હેતુ માટે ગેરકાયદેસર બાંધકામ ધ્યાને આવતા પ્રથમ કલમ 260(1) મુજબની નોટિસ પાઠવવામાં આવી તેમ છતાં ગેરકાયદેસર બાંધકામ દુર કરવામાં ન આવતા 260(2)ની નોટિસ પાઠવવામાં આવી હતી. જેના આધારે આજરોજ વાણીજ્ય હેતુનું અંદાજીત 150 ચો.મી.નું બાંધકામ દુર કરવામાં આવ્યું છે.