ઉપલેટામાં મામલતદારે બીલ વગરના અનાજનો જથ્થો કબજે લીધા બાદ, ધોરાજીમાં પણ સરકારી તંત્ર હરકતમાં આવ્યું છે અને 12 લાખથી વધુના બીલ વગરના ઘઉં, ચોખા સહિતના રાશનનો જથ્થો કબજે લઇને કાર્યવાહી હાથ ધરી હતી.
વહીવટી તંત્રને ધોરાજી શહેરમાં પ્લાસ્ટિકના કારખાના પાસે એક શંકાસ્પદ ગોડાઉન હોવા બાબતે હકીકત જાણકારી મળતાં ધોરાજી નાયબ કલેકટર નાગાજણ તરખાલા, મામલતદાર પંચાલ, નાયબ મામલતદાર ચૂડાસમા સહિતનાં અધિકારીઓની ટીમ દોડી ગઇ હતી અને તપાસ હાથ ધરતાં તેમાં રાખવામાં આવેલા અનાજનો જથ્થો જેમાં ૫૧૮ બોરી ઘઉં કે જેની જેની કિંમત 8,28,800 અને ૨૦૩ બેગ ચોખા જેની કિંમત 4,06,000 થવા જાય છે તે મળીને કુલ મળીને 12,34,800નું શંકાસ્પદ સરકારી અનાજ જપ્ત કર્યું છે.
આ સિવાય ૨ બોલેરો પણ સીઝ કરીને પોલીસને સોંપી આપવામાં આવી છે.સાથે સાથે પોલીસની તપાસમાં આ ગોડાઉન ભાડે રાખનાર માલવિયા મહમદભાઈ જમાલભાઈનું નામ ખુલતાં તેની ધરપકડ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.