અટલ સરોવર પાસે જમીન સમથળ નથી, લોકમેળો રેસકોર્સમાં જ યોજાશે

રાજકોટ કલેક્ટર તંત્ર અને લોકમેળા સમિતિ દ્વારા રેસકોર્સમાં લોકમેળાનું આયોજન કરવામાં આવે છે, પરંતુ માનવમેદનીને ધ્યાને લઈને આ વર્ષે મેળાનું સ્થળ બદલવા માટે મિટિંગમાં અનેકવાર માગણી કરાતાં આ અંગે વિચારણા હાથ ધરાઈ હતી અને તેના ભાગરૂપે અટલ સરોવર નજીકનો સરવે કરવામાં આવ્યો હતો, પરંતુ અટલ સરોવર પાસે જમીન ઊબડખાબડ વાળી હોય તેને સમતલ કરવામાં સમય લાગી જાય તેમ હોય આ સ્થળે મેળો શક્ય નહિ બને.આ અંગેનો સરવે પણ પૂરો થઇ ગયો છે.

લોકમેળાનું સ્થળ બદલવા માટે નવા રિંગ રોડ ખાતે અટલ સરોવર પાસેની જમીનનો સરવે કરવા માટે કલેક્ટર દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો. સરવેમાં એવું તારણ નીકળ્યું છે કે, ન્યૂ રેસકોર્સ અટલ સરોવર પાસેની જમીન સમતલ નહીં હોવાથી અને પોલાણવાળી હોવાથી તેને સમતલ કરવામાં જ સમય નીકળી જાય છે. તેથી ચાલુ વર્ષે અટલ સરોવર પાસે લોકમેળો નહિ થઈ શકે. વર્ષો પહેલાં લોકમેળો શાસ્ત્રી મેદાનમાં થતો હતો, પરંતુ ત્યાં જગ્યા નાની પડતા મેળો રેસકોર્સ ખાતે સ્થળાંતર કરવામાં આવ્યો. આ મેળો માણવા માટે રાજકોટવાસીઓ ઉપરાંત સૌરાષ્ટ્ર અને રાજ્યભરમાંથી લોકો આવે છે. હવે પડધરી નજીક આવેલી જગ્યા અને અટલ સરોવર પાસેની જગ્યા પર મેળો કરવા માટે વિચારણા કરવામાં આવી હતી પરંતુ આ વખતે મેળાનું સ્થળ બદલાઈ તેવી શક્યતા નહીંવત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *