શહેરમાં લુખ્ખાઓ બેકાબૂ બન્યા હોય તેમ આરટીઓ પાસે નરસિંહનગરમાં રહેતા નિશાબેન મનીષભાઇ ચાવડાએ તેના વિસ્તાર નજીક શ્રીરામ સોસાયટીમાં રહેતો નિર્મળ મહેન્દ્રભાઇ વઘેરા અને પાંચ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ કરી હતી.
ફરિયાદમાં જણાવ્યું હતું કે, અગાઉ તેની પુત્રી સ્કૂલે જતી હોય તેની પાછળ જતાં નિર્મળને સમજાવતા તેને ઝઘડો કર્યો હતો. બાદમાં બે દિવસ બાદ તા.19ના રોજ મોડી રાત્રીના અન્ય પાંચ અજાણ્યા શખ્સ સાથે ધોકા,પાઇપ સાથે આવ્યો હતો અને અમારા ઘર પાસે જોરશોરથી ગાળો બોલતો હતો. દરમિયાન વિસ્તારના લોકો એકઠા થયા હતા જેમાં પાડોશી મુકતાબેન સહિતે ગાળો નહીં બોલવા અંગે સમજાવતા નિર્મળે અમારે તમારી સાથે કાંઇ લેવા દેવા નથી અમારે તો મનીષ અને સંદીપને સબક શીખવવો છે તેમ કહી મારા પતિ અને મારા દિયરના નામ લઇને ગાળો બોલવા માંડ્યો હતો અને બન્નેને મારી નાખવાની ધમકી આપી નાસી જતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.