શહેરમાં 150 ફૂટ રિંગ રોડ પર શીતલ પાર્ક ચોકડી પાસે રહેતા અને મરચાના ધંધાર્થી દંપતી પર પાઇપ અને દાતરડા વડે શખ્સોએ હુમલો કરતા બન્નેેને સારવાર માટે સિવિલમાં ખસેડાયા છે.
શિતલ પાર્ક ચોકડી પાસે રહેતા મુકેશભાઇ જગદીશભાઇ સોલંકી તેના ઘર પાસે હતા ત્યારે પાડોશી મહેશ કરમશી ફુવાનિયા અને તેની પત્ની કાજલએ લોખંડના પાઇપ અને દાતરડા વડે હુમલો કર્યો હતો. દેકારો થતા મુકેશભાઇની પત્ની ગીતાબેન તેને બચાવવા જતા તેને પણ મારકૂટ કરી નાસી જતા બન્નેને સારવાર માટે સિવિલમાં ખસેડાયા છે. પોલીસે બનાવની તપાસ કરતા મુકેશભાઇ નાના મવા પાસે મસાલા માર્કેટમાં મરચાનો વેપાર કરતા હોય અને તેના ઘર પાસે પાડોશી ગાળો બોલતા હોય તેને ના પાડતા હુમલો કર્યો હોવાનું જણાવતા પોલીસે કાર્યવાહી કરી છે.