રાજકોટ મહાનગરપાલિકાની ફૂડશાખા દ્વારા જય-વિજય છાત્રાલય પાછળ નંદનવન રેસિડેન્સીમાં શોપ નં.8-9માં આવેલા “દામોદર ડેરી ફાર્મ” નામની પેઢીમાં તપાસ કરતા સ્થળ પર સંગ્રહ કરેલ પડતર વાસી થયેલ અલગ અલગ પ્રકારની મિક્સ દૂધની અખાદ્ય મીઠાઇ, માવો, એક્સપાયરી થયેલ ક્રંચ દાણા, ચોકલેટ દાણા તથા ચટણી વગેરે મળીને કુલ 205 કિ.ગ્રા. અખાદ્ય જથ્થો મળી આવ્યો હતો. જેનો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના વાહનમાં સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો.
તેમજ પેઢીને સ્થળ પર હાઈજેનિક કન્ડિશન જાળવવા તથા યોગ્ય સ્ટોરેજ જાળવવા બાબતે નોટિસ આપવામાં આવી હતી.
આ ઉપરાંત ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે શહેરના હુડકો કોઠારિયા મેઇન રોડ તથા સાંઈબાબા સર્કલથી રોલેક્ષ રોડ- કોઠારિયા વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 40 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 17 ધંધાર્થીઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવી હતી, તેમજ ખાદ્યચીજોના કુલ 38 નમૂનાની સ્થળ પર ચકાસણી કરી હતી.