રાજકોટ એરપોર્ટના 50 ટેક્સીધારકોનો મોરચો

રાજકોટ-અમદાવાદ હાઈવે ઉપર ચોટીલા પાસે આવેલા હિરાસરમાં સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ટેક્સી ચલાવતા 50 જેટલા ટેક્સીધારકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જેમાં એરપોર્ટ દ્વારા જેમને કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે તેવાં બજવે કંપનીના ડ્રાઈવર દ્વારા ઝઘડો અને મારકૂટ કરી મુસાફરો ભરવા દેવામાં ન આવતા હોવાની પોલીસ કમિશનરને ફરિયાદ કરવામાં આવી છે.

આ સાથે જ ત્યાં બામણબોરના 2 લેડી ડોનનો ત્રાસ હોવાનો આક્ષેપ કરાયો છે. જેમાં આ બંને મહિલાઓને રૂપિયા 50,000ની કિંમતનો મોબાઇલ ટેક્સી એસોસિએશનના રજીસ્ટ્રેશન માટે લઈ આપ્યો હોવાનું જણાવ્યું હતું. તો દર મહિને આ બંને મહિલાઓને રૂ. 20000 આપતા હતા. જેથી તેઓ અમને એરપોર્ટની અંદરથી પેસેન્જર ભરવા દેતા હતા. જોકે પૈસા આપવાનું બંધ કરવામાં આવતા હવે ઝઘડો શરૂ કરાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *