કુચિયાદળ ઓવરબ્રિજ પાસે હિટ એન્ડ રન: યુવકનું મોત

રાજકોટ -અમદાવાદ હાઇવે રોડ પર કુચિયાદળ ગામ પાસેના ઓવરબ્રિજ નજીક હિટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં અજાણ્યા વાહને ઠોકરે લેતા અજાણ્યા યુવકનું મોત નીપજતા પોલીસે અજાણ્યા યુવકની ઓળખ મેળવવા તેમજ અકસ્માત બાદ નાસી છૂટેલા વાહનના ચાલક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.

કુચિયાદળ ગામ પાસે સાતડા ગામના પાટિયાથી ઓવરબ્રિજ તરફ જતાં સર્વિસ રોડ પર એક અજાણ્યો યુવક (ઉ.આ. 25) ઇજાગ્રસ્ત હાલતમાં પડ્યો હોવાની જાણ થતાં 108ની ટીમના તબીબે પહોંચી યુવકને મૃત જાહેર કરતાં એરપોર્ટ પોલીસ મથકના પીએસઆઇ જાડેજા સહિતના સ્ટાફે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી તપાસ કરતાં યુવકનું વાહન અકસ્માતમાં મોત થયાનું પ્રાથમિક તપાસમાં બહાર આવતાં પોલીસે યુવકની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી હતી. દરમિયાન એરપોર્ટ પોલીસે અકસ્માત બાદ નાસી જનાર અજાણ્યા વાહન વિરુદ્ધ ગુનો નોંધી સીસીટીવીના આધારે વાહનચાલકને પકડી લેવા કાર્યવાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *