ઉર્વશી રૌતેલાનો સવાચાર લાખનો ક્રિસ્ટલ પોપટ લાઇમલાઇટ ખેંચી ગયો

78મો કાન ફિલ્મ ફેસ્ટિવલ 13 મેથી શરૂ થયો છે, જે 24 મે સુધી ચાલશે. 13 મેના રોજ ફેસ્ટિવલના પહેલા દિવસે ઉર્વશી રૌતેલાએ વિશ્વભરના ઘણા પ્રખ્યાત લોકો સાથે રેડ કાર્પેટ પર વોક કર્યું હતું. દરમિયાન ભારતીય ફિલ્મ-નિર્માતા પાયલ કાપડિયા આ વર્ષે કાનના જ્યુરી સભ્ય બની છે, જેની ફિલ્મ ‘ઓલ વી ઇમેજિન એઝ લાઈટ’એ ગયા વર્ષે કાનમાં ગ્રાન્ડ પ્રિક્સ એવોર્ડ જીતી હતી. આલિયા ભટ્ટ આ વર્ષે કાનના રેડ કાર્પેટ પર ડેબ્યૂ કરવાની હતી, જોકે દેશમાં ચાલી રહેલા તણાવને કારણે તેનું ડેબ્યૂ રદ કરવામાં આવ્યું છે.

બીજી તરફ, આ ફિલ્મ ફેસ્ટિવલ પામ ડી’ઓર વિજેતા એક્ટર રોબર્ટ ડી નીરોના નિવેદનને કારણે પણ હેડલાઇન્સમાં રહ્યો, જેમાં તેણે સ્ટેજ પર અમેરિકન રાષ્ટ્રપતિ પર નિશાન સાધ્યું હતું અને તેમને અસંસ્કારી રાષ્ટ્રપતિ કહ્યા હતા.

કાનના પહેલા દિવસે મંગળવારે (13 મે)ના રોજ ‘ડાકુ મહારાજ’ની એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા રેડ કાર્પેટ પર મલ્ટીકલર ગાઉન પહેરીને આવી હતી. ઉર્વશીએ તેના ડાયમંડ ક્રાઉન અને પોપટ ક્લચથી બધાનું ધ્યાન ખેંચ્યું. ઉર્વશીએ જુડિથ લીબર દ્વારા બનાવેલો 5,000 ડોલર(₹4,68,064.10)નો ક્રિસ્ટલ પોપટ ક્લચ પહેર્યો હતો. ઉર્વશી રૌતેલા ફિલ્મ ‘પાર્ટિર ઉન જોર’ (લિવ વન-ડે)ના ઉદ્ઘાટન સમારોહ અને સ્ક્રીનિંગ માટે રેડ કાર્પેટ પર ચાલી હતી. રંગબેરંગી આઉટફિટ પહેરેલી ઉર્વશીએ તાજ અને પોપટ આકારના ક્રિસ્ટલ-એમ્બેડેડ ક્લચ સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો. રેડ કાર્પેટ પરથી ઉર્વશીના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર છવાઈ ગયા છે. એક્ટ્રેસે કાર્પેટ પર વોકિંગ માટે વાદળી, લાલ અને પીળા રંગનો સ્ટ્રેપલેસ સ્ટ્રક્ચર્ડ આઉટફિટ પસંદ કર્યો હતો.

ઉર્વશીએ મેચિંગ તાજ સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો, પણ બધાની નજર તેના પોપટ સ્ફટિક-જડિત ક્લચ પર હતી. એક ફોટામાં ઉર્વશી પોપટ આકારની બેગ પકડીને એને ચુંબન કરતી જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *