રાજકોટ શહેરના ભાવનગર રોડ ઉપર કસ્તુરબા શેરી નં. 6માં સિકયુરાઈઝેશન એકટ હેઠળ પૂર્વ તાલુકા મામલતદાર ચાવડા તેમજ સર્કલ ઓફિસર સત્યમ શેરસીયા સહિતના કર્મચારીઓ દ્વારા મકાનનો કબ્જો લેવામાં આવ્યો હતો. જેમાં કલેકટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ અને પ્રાંત અધિકારી રાજકોટ શહેર-1 ચાંદની પરમાર મેડમની સૂચના મુજબ મામલતદાર એસ. જે. ચાવડા, મામલતદાર, રાજકોટ શહેર (પૂર્વ) ઉપરાંત સત્યમ શેરસીયા, સર્કલ ઓફિસર દ્વારા સિક્યુરાઈઝેશન એક્ટ હેઠળ મિલકતનો કબ્જો લઈને રાજકોટ નાગરીક બેંકના અધિકૃત અધિકારીને કબજો સોંપવામાં આવ્યો હતો. મિલકત ઉપર તા. 31/12/2005 સુધીની બાકી પડતી લહેણી રકમ રૂ. 8,38,256-04 અને ત્યાર બાદના ચડત વ્યાજની રકમની વસુલાત માટે કબજો લેવામાં આવ્યો હતો.
અન્ય સમાચાર રાજકોટ મનપા સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાની તથા ગંદકી કરતા આસામીઓ પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાંઆવી હતી. જેમાં ત્રણેય ઝોનમાંથી કુલ 60 આસામીઓ પાસેથી 5.21 કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ. 16450નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો. સેન્ટ્રલ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા 22 આસામીઓ પાસેથી 3.6 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરીને ગંદકી કરતા આસામી પાસેથી રૂ. 7450નો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો. જેમાં વેસ્ટ ઝોનમાં પ્લાસ્ટીકનું વેચાણ કરતા 23 આસામીઓ પાસેથી 0.78 કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી ગંદકી કરતા આસામી પાસેથી રૂ. 5700નો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો. તેમજ ઈસ્ટ ઝોનમાં પ્લાસ્ટીકનું વેચાણ કરતા 15 આસામીઓ પાસેથી 0.83 કિ.ગ્રા.પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી ગંદકી કરતા આસામી પાસેથી રૂ. 3300નો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો.