કેતકી વ્યાસે ખોટા દસ્તાવેજો બનાવી જમીન ખરીદી હતી!

આણંદના તત્કાલિન કલેક્ટર ડી.એસ. ગઢવીની ઓફિસમાં સ્પાય કમેરા મૂકી હનીટ્રેપમાં ફસાવાના કાવતરામાં મુખ્ય ભૂમિકા ભજવનારા અધિક કલેક્ટર કેતકી વ્યાસ 2008માં મામલતદાર તરીકે ફરજ બજાવતા હતા ત્યારે મહેમદાવાદ તાલુકાના અકલાચા ગામે બોગસ દસ્તાવેજને આધારે ખેતીની જમીન ખરીદી હતી. કેતકી વ્યાસ ખેડૂત ન હોવા છતાં તેમણે આ જમીન ખરીદી હતી. જમીન લીધા પછી જે-તે મહિલાનું નામ કમી થઈ ગયું હતું અને કોઈક ત્રીજી વ્યક્તિના નામે પેટ્રોલ પંપનું લાઇસન્સ આપવામાં આવ્યું હતું. છેલ્લા 7 વર્ષથી આ પેટ્રોલ પંપ ભાડે ચાલે છે.

2008માં કેતકી વ્યાસના પતિ ખેડૂત નહીં પરંતુ ખેડૂતપુત્ર હતા. હક પત્રકમાં નોંધ ન હોવાથી તેઓ કોઈ જમીન ખરીદી શકે નહીં. પરંતુ તેમણે એક મુસ્લિમ મહિલા સાથે ભાગીદારીમાં જમીન ખરીદી હતી. એ પછી વર્ષાબેન નામની એક મહિલાના નામે પેટ્રોલ “પંપનું લાઇસન્સ લેવામાં આવ્યું હતું. આ જમીન ખરીદવા ખોટા દસ્તાવેજ ઊભા કરવામાં આવ્યા હતા. તેમણે પાટણ જિલ્લાના કોટવડ ગામના સરવે નંબર 345, 186 અને 191 ખાતા નંબરવાળી જમીન તેમના નામે હોવાના ખોટા પુરાવા આપ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *