બાનું ઘર વૃદ્ધાશ્રમ દ્વારા મગજના રોગોનો નિ:શુલ્ક નિદાન કેમ્પ

બાનું ઘર” વૃદ્ધાશ્રમ દ્વારા રાજકોટમાં માનવ કલ્યાણ મંડળનાં માનવ ક્લિનિક ખાતે મગજના રોગોનો નિ:શુલ્ક નિદાન કેમ્પ (હેલ્થ કેમ્પ) યોજાશે. તા. 10ના રોજ સવારે 9 થી 12 કલાકે હિમોગ્લોબિન અને ડાયાબિટીસની લેબોરેટરી પણ તમામને ફ્રીમાં કરી આપવાનું આયોજન કરાયું છે.

જેમાં મગજના રોગોનો સ્પેશિયાલિસ્ટ ડો. અંકિત પટેલ સાથે અન્ય ડોકટરો સેવા આપશે. આ કેમ્પમાં મગજના રોગો, માથાનો દુ:ખાવો, આધાશીશી, તાણ-આંચકી, યાદશક્તિમાં ઘટાડો, ધ્રુજારી, કંપવા, ઉદાસિ, ચિંતા રોગ , વિચાર વાયુ, ગભરામણ, અનિંદ્રા અને ધૂન રોગનું ફ્રીમાં સારવાર નિદાન કરી આપવામાં આવશે આ ફ્રી કેમ્પ માનવ મૅડિકલ, લેબોરેટરી અને હોસ્પિટલ, શોપ નંબર 10-26, રાણી ટાવર, ક્રિસ્ટલ મોલની સામે, કાલાવડ રોડ, ખાતે યોજાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *