સુરતથી સગીરાનું અપહરણ કરનાર શખ્સ ઘંટેશ્વર પાસેથી પકડાયો

સુરતથી બે માસથી સગીરાનું અપહરણ કરી નાસી જનાર શખ્સને ગાંધીગ્રામ પોલીસે જામનગર રોડ પર ઘંટેશ્વર 25 વારિયા પાસેથી ઝડપી લઇ સગીરાને મુક્ત કરાવી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સુરતથી બે માસ પહેલાં સગીરાનું અપહરણ કરી શખ્સ ઘંટેશ્વર પાસેના 25 વારિયા ક્વાર્ટરમાં રહેતો હોવાની માહિતીને આધારે પીએસઆઇ મકરાણી સહિતના સ્ટાફે ટીમ સાથે ધસી જઇ સુરતના ડભોઇ વિસ્તારમાં ભુવનેશ્વરી સોસાયટીમાં રહેતો ચિરાગ ભરતભાઇ મકવાણાને ઝડપી લઇ સગીરાને મુક્ત કરાવી હતી. પોલીસની પૂછતાછમાં છેલ્લા 15 દિવસથી રાજકોટ આવી કેટરિંગમાં મજૂરીકામ કરતો હોવાનું જણાવતા પેાલીસે વધુ કાર્યવાહી કરી છે.

અન્ય બનાવમાં ડો.દસ્તુર માર્ગ આરાધાના ટી સામે PCBની ટીમે દરોડો પાડી ઓનલાઈન આઈડી પર કસીનોમાં તીનપતીનો જુગાર રમતા સૂરજ અવાડીયા નામના શખસને ઝડપી લીધો હતો. PCBની ટીમે આરોપીને પકડી RUPEES777 આઈડી આપનાર જેતપુરના દર્શન ખાચરીયાની શોધખોળ આદરી હતી. એક શખ્સ ડો. દસ્તુર માર્ગ આરાધાના ટી નામની દુકાન સામે ફૂટપાથ ઉપર પોતાના મોબાઇલ ફોનમાં આઈડી મારફતે જુગાર રમે છે એવી ચોક્કસ બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી ડો.દસ્તુર માર્ગ આરાધાના ટી નામની દુકાન સામે ફુટપાથ ઉપર રહેલ શખ્સને અટકમાં લઈ નામ પુછતા પોતાનું નામ સુરજ રાજેશ અવાડીયા (ઉ.વ.25, ધંધો.વેપાર, રહે.હંસરાજનગર શેરી નં.4/1 નો ખુણો જંકશન રેલ્વે સ્ટેશન મેઇન રોડ) હોવાનું જણાવ્યું હતું. જે બાબતે પુછતા જણાવેલ કે પોતાને RUPEES777 નામની જુગાર રમવાની આઇડી જેતપુરના દર્શન ખાચરીયાએ આપ્યાની કબૂલાત આપતાં તેની શોધખોળ આદરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *