એકધારી ગરમીમાં સતત ત્રણ દિવસ સુધી માવઠાં વરસાવીને વરસાદે રાહત આપ્યાની પરંપરા ચોથા દિવસે પણ જારી રહી હતી અને ગોંડલ તેમજ આસપાસના ગામડાંઓ અને આટકોટ, કમળાપુર, ખારચીયા, વીરનગરમાં સાંજે જોરદાર ઝાપટાં વરસી પડ્યા હતા જો કે ગોંડલમાં જોરદાર વરસાદે ઠંડક પ્રસરાવી હતી તો બીજી તરફ આટકોટ પંથકમાં વરસાદે વિશેષ વહાલ વરસાવીને એક કલાક સુધી ઇનિંગ રમીને દોઢ ઇંચ પાણી વરસાવી દીધું હતું.
આખો દિવસ ગરમી અને ઉકળાટ રહ્યા બાદ રાત્રે વીજળીનાં કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો પવન સાથે વરસાદ વરસ્યો હતો. ખારચીયા ગામ સમસ્ત દ્વારા માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું પણ વરસાદ વેરી બન્યો.