ગુજરાતના તમામ સરહદી ગામોમાં બ્લેક આઉટ

ઓપરેશન સિંદૂર’ને પગલે પાક.ના સંભવિત હુમલાની આશંકાથી કચ્છ, પાટણ, બનાસકાંઠાના સરહદી વિસ્તારો તથા દરિયાઈ સીમાઓ પર હાઇએલર્ટ: પાકિસ્તાનથી આવતા કોઈપણ હુમલાને ખાળવા માટે ભારતીય સૈન્યની એર ડિફેન્સ સિસ્ટમ સંપૂર્ણપણે સજ્જ

આ અવાજ દોઢેક કલાક સુધી આવ્યો પછી સવારે છ વાગ્યે સરહદે પ્રચંડ વિસ્ફોટ થયો, સુરક્ષાતંત્ર પણ આ ધડાકો શેનો થયો તેની પુચ્છા કરતું હતું પછી ખબર પડી કે એ ડ્રોન સરહદ પર એક વીજ ટાવર સાથે ટકરાયું અને તૂટી પડ્યું તેનો અવાજ હતો, સ્થાનિક પોલીસે ડ્રોનનો કાટમાળ વાયુદળના હવાલે કર્યો હતો.

ગોળી મારી દેવાશે… ભુજ અને નલિયા એમ બે સ્થળે એરફોર્સ મથકેથી દર બે ત્રણ કલાકે ફાઇટર વિમાનોની ઘરઘરાટી સંભળાય છે, ભુજનું મથક અલાયદું છે ત્યાં આસપાસ વસ્તી નથી એવું જ નલિયાનું છે. ફેન્સીંગ અને પાકી દિવાલો પર સાફ લખેલું છે, ‘ઘૂસનારને ગોળી મારી દેવાશે.’ વાયુસેનાની એરસ્ટ્રીપ પર સઘન સુરક્ષા છે.

1965માં મુખ્યમંત્રી શહીદ… પ્રસિદ્ધ કોટેશ્વર મંદિરને આજથી દર્શન માટે બંધ કરાયું છે. 1965માં અહીં બીએસએફનું એક હેલિકોપ્ટર પાકિસ્તાને તોડી પાડ્યું હતું. 1965ના યુદ્ધમાં રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી બલવંતરાય મહેતાનું વિમાન કચ્છના અબડાસા તાલુકાના સુથરી નજીક પાકિસ્તાને તોડી પાડ્યું હતું અને તેમની સાથે અન્ય સાતેક જણ શહીદ થયા હતા.

ગોળી મારી દેવાશે… ભુજ અને નલિયા એમ બે સ્થળે એરફોર્સ મથકેથી દર બે ત્રણ કલાકે ફાઇટર વિમાનોની ઘરઘરાટી સંભળાય છે, ભુજનું મથક અલાયદું છે ત્યાં આસપાસ વસ્તી નથી એવું જ નલિયાનું છે. ફેન્સીંગ અને પાકી દિવાલો પર સાફ લખેલું છે, ‘ઘૂસનારને ગોળી મારી દેવાશે.’ વાયુસેનાની એરસ્ટ્રીપ પર સઘન સુરક્ષા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *