રાજકોટના જૂના એરપોર્ટથી નવા હિરાસર ખાતે આવેલા રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે જવા માટે સાદી બસ ફાળવવા માટે છેલ્લા કેટલાય સમયથી માગણી કરવામાં આવી હતી. જેના પગલે તાજેતરમાં જ રાજકોટ એસ.ટી. વિભાગે જૂના એરપોર્ટથી નવા એરપોર્ટ જવા સાદી બસ શરૂ કરી છે જેનું ભાડું રૂ.65 રાખવામાં આવ્યું છે.
આ બસ માટે જૂના એરપોર્ટમાં બેસતા હવામાન વિભાગના સ્ટાફ દ્વારા માગણી કરવામાં આવી હતી, પરંતુ આ બસનો લાભ તમામ યાત્રિકો લઇ શકે છે.
એસટી વિભાગના જણાવ્યા મુજબ રાજકોટ એરપોર્ટ કોલોનીથી હિરાસર એરપોર્ટ સવારે 5.10 કલાકે, હિરાસર એરપોર્ટથી રાજકોટ બસપોર્ટ સવારે 6.10 કલાકે, રાજકોટ એરપોર્ટ કોલોનીથી હિરાસર એરપોર્ટ બપોરે 12 કલાકે, હિરાસર એરપોર્ટથી રાજકોટ એરપોર્ટ કોલોની બપોરે 14 કલાકે, રાજકોટ બસપોર્ટથી હિરાસર એરપોર્ટ સાંજે 20.10 કલાકે અને હિરાસર એરપોર્ટથી રાજકોટ એરપોર્ટ કોલોની સાંજે 21.10 કલાકે બસ ઉપડશે.