GSTમાં અપીલ કરવા માગતાં અરજદાર પર 10 ટકા પેનલ્ટીની જોગવાઈથી વેપારીઓને નુકસાન

જીએસટીના કેસોમાં અપીલમાં જનારા વેપારીઓ પર 10 ટકા પેનલ્ટીની જોગવાઇથી વેપારીઓને મોટું નુકસાન થશે ત્યારે આ મુદ્દે વેપારીઓના પ્રશ્નને હલ કરવાના બદલે ચેમ્બરે મૌન ધારણ કરી લીધાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે.

શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલ રાજાણીની યાદી મુજબ જીએસટી કાયદો 8 વર્ષથી બન્યા બાદ અનેક નિયમોમાં ફેરફારો વેપારીઓ અને કરવેરા સલાહકારો માટે સમસ્યા રૂપ બન્યો છે. જીએસટી અપિલેટ ટ્રિબ્યૂનલની નવી માર્ગદર્શિકા મુજબ જે વેપારીઓ ટ્રિબ્યૂનલમાં અપીલ કરવા માગે છે તેવા વેપારીઓએ 10% નાણાં ચૂકવવાના રહેશે એક તરફ વેપારીઓ અપીલ કરવાનું પ્રારંભથી રાહ જોતા હોય અને નવા નિયમની અમલવારી પણ ટૂંક સમયમાં થાય એ પહેલાં 10% નો વિરોધ થયો છે આ પેનલ્ટીને પગલે નાના વેપારીઓની કમર તોડશે. જો વેપારીઓને નાની રકમની પેનલ્ટી હોય તો 10% ચૂકવવાના યોગ્ય કહેવાય, પરંતુ ટ્રિબ્યૂનલમાં બીજી અપીલમાં ફરીથી 10% ચૂકવવાની જોગવાઈ એ અપીલમાં યોગ્ય ન કહેવાય આ જોગવાઈનો વેપારીઓ અને કરવેરા સલાહકારો વિરોધ વ્યક્ત કરતા આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *