શહેરમાં કાલાવડ રોડ પર રહેતી યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી રાજકોટ તેમજ અમરેલી, ઉજ્જૈન, ગોવા સહિતના સ્થળે લઇ જઇ વારંવાર દુષ્કર્મ આચરી છેલ્લે મુંબઇની યુવતી સાથે લગ્ન કરવાનું નક્કી કરી યુવતીનો મોબાઇલ બ્લકેલિસ્ટમાં મૂકી દેતા ગાંધીગ્રામ પોલીસે અટિકા ફાટક પાસે અર્જુન પાર્કમાં રહેતા સીએ વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.
જાણવા મળતી વિગતો મુજબ કાલાવડ રોડ પર રહેતી યુવતીએ ફરિયાદ કરી હતી. જેમાં આરોપી તરીકે અટિકા ફાટક પાસે અર્જુન પાર્કમાં રહેતો અને ચાર્ટર્ડ એકાન્ટન્ટ દર્શન ભૂપેન્દ્રભાઇ પીઠડિયાનું નામ આપ્યું હતું. ફરિયાદમાં જણાવ્યા મુજબ યુવતી પરિવાર સાથે રહેતી હોય અને પિતા હયાત ન હોય ત્રણ માસના મૌખિક કરારથી ક્લાસીસમાં લેક્ચરર તરીકે નોકરી કરે છે. ઓક્ટોબર સને.2024માં તેના મોબાઇલમાં બમ્બલ નામની એપ્લિકેશન દ્વારા સીએ દર્શન ભૂપેન્દ્રભાઇ પીઠડિયા સાથે સંપર્કમાં આવી હતી. બાદમાં મેસેજ ચેટ દ્વારા વાતચીત કરતા હતા અને મોબાઇલ નંબરની આપ લે કરી હતી. બાદમાં રૂબરૂ મળવાની વાત થઇ હતી અને તા.15-10-24ના રોજ કાલાવડ રોડ પર ઇસ્કોન મંદિર પાસે ટી પોસ્ટ ખાતે મળ્યા હતા એન એમટીવી ખાતે બેસવા ગયા હતા અને વાત કરી છૂટા પડ્યા હતા.
બાદમાં ફોન પર અને વોટ્સએપ દ્વારા વાતચીત કરતા હતા. બાદમાં થોડા દિવસ બાદ દર્શને પ્રપોઝ કરતાં બન્ને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા. બાદમાં તે અગાઉ નોકરી કરતી ત્યાં સહકર્મીનો જન્મદિવસ હોય તેની ઉજવણી અમરેલીના ધારી (ગીર)માં સૂર્યા હિલ વ્યૂ રિસોર્ટ ખાતે ગયા હતા અને તેની સાથે દર્શન પણ આવ્યો હતો ત્યાં બે દિવસ રોકાયા હતા. ત્યારે તું મને બહુ ગમે છે અને હવે હું તારી સાથે જ લગ્ન કરવા ઇચ્છું છું આપણે એકબીજાના પરિવારને વાત કરી લગ્ન માટે મનાવી લઇશું કહી લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં 10 દિવસ બાદ બન્ને કાર લઇને ઉજ્જૈન ખાતે ફરવા માટે ગયા હતા ત્યાં અને ઉદયપુર હોટેલોમાં શરીરસંબંધ બાંધ્યા હતા.બાદમાં રાજકોટ પરત આવ્યા હતા અને મારા ઘેર માતા ન હોય તે દરમિયાન દર્શન ઘેર આવતો અને શરીરસંબંધ બાંધતો હતો. બાદમાં દર્શનને છોકરીના પરિવાર જોવા માટે આવવાના હતા, પરંતુ તેને તારી સાથે લગ્ન કરવાના હોય જેથી ઘેર ના પાડી દીધાનું દર્શને કહ્યું હતું. બાદમાં ગોવા ખાતે ફરવા ગયા હતા અને સાત દિવસ રોકાયા હતા અને ત્યાં પણ શારીરિક સંબંધો બાંધ્યા હતા. બાદમાં પરત રાજકોટ આવી ગયા હતા અને જાન્યુઆરીમાં અમરેલીના ધારી પાસે આવેલા સૂર્યા હિલ વ્યૂ રિસોર્ટ ખાતે ગયા હતા અને બે દિવસ રોકાયા હતા.