જસદણ જસદણ નગરપાલિકા દ્વારા ગોખલાણા રોડ પર રૂ.2.50 કરોડના ખર્ચે બની રહેલી ડમ્પિંગ સાઈટના કામમાં ભ્રષ્ટાચાર થઇ રહ્યો હોવાના આક્ષેપો વધુ ગંભીર બન્યા છે. સ્થાનિક લોકો તરફથી મળેલી માહિતી અને રિયાલિટી ચેક દરમિયાન નબળી કામગીરી સામે આવ્યા બાદ, હવે કોન્ટ્રાક્ટર દ્વારા કામ પૂર્ણ થાય તે પહેલાં જ વધુ એક કરોડ રૂપિયાથી વધુનું બિલ રજૂ કરવામાં આવતા અનેક સવાલો ઉભા થયા છે. અગાઉ પાલિકાએ કરેલું રૂ.58 લાખનું ચૂકવણું પણ વિવાદમાં છે, ત્યારે આ નવા બિલે ભ્રષ્ટાચારની શંકાને વધુ મજબૂત બનાવી છે.જેમાં કોન્ટ્રાક્ટર, ચીફ ઓફિસર, મ્યુનિસિપલ એન્જિનિયર, કન્સલ્ટન્ટ એજન્સી, ટીપીઆઈ અને પાલિકાના પદાધિકારીઓની મિલીભગતની શંકા સેવાઈ રહી છે.
સ્થળ તપાસમાં ડમ્પિંગ સાઈટ પર નબળી ગુણવત્તાનું બાંધકામ જોવા મળ્યું હતું. શેડના બિંબ આડાઅવળા લગાવેલા હતા, નવો સિમેન્ટ રોડ તૂટેલો હતો, શેડમાં હલકી ગુણવત્તાની અને રંગબેરંગી લાદીઓ લગાવવામાં આવી હતી અને તળિયામાં સિમેન્ટ-રેતીને બદલે ધૂળ-ચૂનાનો ઉપયોગ થયો હોવાનું જણાયું હતું. વધુમાં પાણીના પરબ અને નવી બની રહેલી ઓફિસોમાં પણ નિયમોનું ઉલ્લંઘન કરીને નબળું કામ કરવામાં આવી રહ્યું હતું. હાલ ડમ્પિંગ સાઈટ ઉપર સાઈટ ડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે. અમને જે ફરિયાદ મળી છે એ અન્વયે ઊંડી તપાસ કરી તેના તમામ રીપોર્ટ મેળવી ત્યારબાદ જો કોઈપણ ગેરરીતિ જણાશે તો તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે. આ કામમાં અંદાજે 30 ટકા જેટલું જ ચુકવણું કરવામાં આવ્યું છે. જો ભ્રષ્ટાચાર થશે તો તમામ ચુકવણું પણ અટકાવી દેવામાં આવશે અને તેની સામે પગલા લેવામાં આવશે. > રાજુભાઇ શેખ, ચીફ ઓફિસર ટીપીઆઈ, ક ન્સલ્ટન્ટ એજન્સીને આ ચાલી રહેલા કામની દેખરેખ કરવાની હોય છે.