ગોંડલ બી’ડિવિઝન પોલીસે જૂનાગઢ પોલીસમાં મોબાઇલ ચોરી અંગે નાસતી ફરતી મહિલા તથા આજીડેમ પોલીસ મથકમાં રીક્ષામાં બેસાડી મુસાફરોનાં ખિસ્સામાંથી પૈસા સેરવી લેવાનાં ગુનામાં નાસતા ફરતા શખ્સને ઝડપી લઇ કાર્યવાહી કરી હતી.પીઆઇ. જે.પી.ગોસાઇ, સ્ટાફનાં રમેશભાઈ, મદનસિંહ, શક્તિસિંહ વિગેરે પેટ્રોલિંગમાં હતા.ત્યારે સરકારી હોસ્પિટલ સામે રહેતી નીશાબેન જેન્તીભાઈ સોલંકી ને રુ.13,500 ની કિંમત નાં ચોરી કરેલા મોબાઇલ સાથે ઝડપી લઇ જુનાગઢ પોલીસ ને સોંપી આપેલ હતી.જુનાગઢ પોલીસમાં તેની સામે મોબાઇલ ચોરી અંગે ગુનો નોંધાયો હતો.
બીજા બનાવમાં મુળ વિરમગામનાં ઉખલોડનાં અને હાલ શાપર શાંતિધામ મહાદેવ મંદિર વાળી શેરીમાં રહેતા પ્રકાશ ઉર્ફ પકો ઉર્ફ ભાણો સોમાભાઇ વાઘેલાને સુરેશ્રવર ચોકડી પાસેથી ઝડપી લઇ કાર્યવાહી કરી હતી.પ્રકાશ ઉર્ફ પકા સામે રીક્ષામાં બેસી પેસેન્જરનાં ખિસ્સામાં થી પૈસા સેરવી લેવા અંગે આજીડેમ પોલીસ મથક માં ગુન્હો દાખલ થયો હોય નાસતો ફરતો હતો.