શહેરમાં ભાવનગર રોડ પર આવેલા એક ગામમાં રહેતી મહિલાના રાત્રીના સમયે ઘરમાં ધુસી મારી સાથે સુઇજા કહી હાથ પકડી છેડતી કરી જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કર્યાની ફરીયાદના આધારે આજીડેમ પોલીસે શખસ સામે એટ્રોસીટી સહીતનો ગુનો નોધી આરોપીની ઘરપકડ કરવાની કાર્યવાહી કરી છે.
રાજકોટના ભાવનગર રોડ પરના ગામમાં રહેતી 26 વર્ષીય મહિલા અને તેના બે સંતાનો શનીવારે રાત્રીના તેના ઘેર હતા ત્યારે મુકેશ જેસીંગભાઇ આગરીયા નામનો શખસ મકાનની દિવાલ ટપી મકાનમાં ધુસી મહિલાનો હાથ પકડી હાલ મારી સાથે સુઇ જા કહી છેડતી કરતા તેનો હાથ મુકાવી મહિલા બહાર નીકળી જતા શખસે જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી તેને અને તેના પુત્રને મારી નાખવાની ઘમકી આપી નાસી ગયો હતો. બનાવને પગલે તેના પુત્રએ ફોન કરી પતિને જાણ કરતા તે ઘેર આવ્યા હતા.
બનાવને પગલે મહિલાએ બહાર ગામથી આવેલા પતિને જાણ કરી ફરીયાદ કરતા આજીડેમ પોલીસ મથકના પીએસઆઇ રાઠોડ સહીતે મહિલાની ફરીયાદ પરથી છેડતી, એટ્રોસીટી સહીતનો ગુનો નોધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.