ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ તાજેતરમાં ટીવી અને ફિલ્મ એક્ટ્રેસ અવનીત કૌરની એક પોસ્ટ લાઈક કરી હતી. જોકે, થોડા સમય બાદ જ વિરાટે તે લાઈક દૂર કરી દીધી હતી પરંતુ આ દરમિયાન વિરાટના લાઇકનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયો, જેના કારણે આ બાબતને લઈને વિવિધ ચર્ચાઓ શરૂ થઈ ગઈ. હવે વિરાટે આ મામલે સ્પષ્ટતા આપી છે.
વિરાટ કોહલીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરી અને લખ્યું, “હું સ્પષ્ટ કરવા માંગુ છું કે, ફીડ ક્લિયર કરતી વખતે, એવું લાગે છે કે અલ્ગોરિધમે ભૂલથી એક ઇન્ટરેક્શન નોંધ્યું છે. આ પાછળ મારો કોઈ ઈરાદો નહોતો. હું તમને વિનંતી કરું છું કે કૃપા કરીને કોઈ બિનજરૂરી અફવાઓ ન ફેલાવો. સમજવા બદલ આભાર.”
વિરાટે અવનીત કૌરના ફેન પેજની પોસ્ટ લાઈક કરતાની સાથે જ સોશિયલ મીડિયા પર યૂઝર્સે વિવિધ પ્રકારની કમેન્ટ્સ કરવાનું શરૂ કરી દીધું. એક યૂઝરે લખ્યું, “કોહલી સાહેબ, આ શું હતું?” તો બીજાએ લખ્યું, “વિરાટ કોહલીની લાઇક જોવા માટે અહીં કોણ આવ્યું?” આ ઉપરાંત ઘણા યૂઝર્સે રમુજી કમેન્ટ્સ કરી અને કહ્યું, “દીકરા અકાય, પપ્પાનો ફોન પાછો આપી દે.”