ધોરાજીના ફરેણી રોડ ઉપર ફરી ગેરકાયદે ખડકી દેવાયેલા દબાણોના ડિમોલિશનની કાર્યવાહી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે.જેના અનુસંધાને ફરેણી રોડ પરના ધાર્મિક દબાણને જેસીબી ફેરવીને હટાવી દેવાયું છે.
ધોરાજીમાં થોડા વિરામ બાદ ફરી કાર્યવાહી શરૂ થઈ છે જેમાં કલેકટર પ્રભવ જોષીની સૂચના અન્વયે અને સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન મુજબ તથા 2010ના જાહેર રસ્તાઓ તથા જાહેર જગ્યાઓ પરના ધાર્મિક દબાણ અન્વયેના ધોરાજી તાલુકાના યાદી પૈકીનું ધોરાજી શહેરનું રસ્તાના માર્જિનમાં આવતું દબાણ પ્રાંત અધિકારીની સૂચના મુજબ મામલતદાર આર.કે પંચાલ, ધોરાજી અને તેઓની ટીમ તથા નાયબ કાર્યપાલક ઇજનેર,માર્ગ અને મકાન(સ્ટેટ) અને તેઓની ટીમ દ્વારા હટાવી દેવાયું હતું. ધોરાજીના હરણી રોડ પર આવેલા ધાર્મિક દબાણ ગેરકાયદે રીતે બાંધકામ હોય નોટિસ આપ્યા બાદ કોઈ જવાબ નહીં આવતા ફરી આ દબાણ દૂર કરવા બાબતે જેસીબી પોલીસ તેમજ સ્થાનિક અધિકારીઓની હાજરી વચ્ચે દબાણ દૂર કરાયું હતું.