યુનિ.માં 13મીથી નેટની પરીક્ષાના પેપર-1ના નિ:શુલ્ક તાલીમ વર્ગો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સીસીડીસી કેન્દ્રમાં તા.13થી નેટ પરીક્ષાના પેપર-1ના નિ:શુલ્ક તાલીમ વર્ગો શરૂ થશે. તાજેતરમાં યુ.જી.સી. મારફત રાષ્ટ્રીય શિક્ષા નીતિ-2020 અન્વયે દેશભરમાં પીએચ.ડી. કરવા માગતાં છાત્રો માટે નેટ પરીક્ષાનાં ગુણ ગણાશે અને મોટાભાગની દેશની યુનિવર્સિટીઓએ પીએચ.ડી. માટે યુ.જી.સી. નેટ પરીક્ષા ફરજિયાત કરી હોય સૌરાષ્ટ્રના છાત્રો ડોક્ટરેટમાં પ્રવેશ મેળવી શકે તે માટે તાલીમવર્ગો શરૂ કરવામાં આવનાર છે.

અધ્યાપક તથા પીએચ.ડી. તરીકે કારકિર્દી ઘડવા માગતાં ઉમેદવારો માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે વિનામૂલ્યે તાલીમમાં જોડાવવા માટેની ઉત્તમ તક આપી છે. તાલીમ વર્ગમાં જોડાવા ઈચ્છતા ઉમેદવારોએ તા.12 મે સુધીમાં નેટ કોચિંગ સેન્ટર, સી.સી.ડી.સી. બિલ્ડિંગ ખાતે જરૂરી ડોક્યુમેન્ટ સાથે ફોર્મ ભરી રજીસ્ટ્રેશન કરાવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *