મોરબી રોડ વિસ્તારમાં રહેતા 45 વર્ષના મહિલાએ તેમની 13 વર્ષની પુત્રી પર દુષ્કર્મ થયા અંગેની બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મહિલાએ આરોપી તરીકે તરુણવયનો શખ્સ હોવાનું કહ્યું હતું. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમની 13 વર્ષની પુત્રીનો પરિચય તેના પિતરાઇ ભાઇના તરુણવયના મિત્ર સાથે થયો હતો.
પરિચય થયા બાદ તરુણને સગીરાને પોતાની જાળમાં ફસાવી હતી અને જ્યારે પોતાના ઘરે કોઇ ન હોય ત્યારે તરુણ પોતાના ઘરે સગીરાને કોઇને કોઇ બહાને બોલાવતો હતો અને બળજબરી કરી સગીરા સાથે શરીરસંબંધ બાંધતો હતો. તરુણે આવું છ વખત સગીરા સાથે કર્યું હતું અને સગીરા આ બાબતે કોઇને જાણ કરશે તો જાનથી મારી નાખશે તેવી ધમકી પણ આપતો હતો. સગીરા ડરીને તરુણનો ભોગ બનતી હતી. આ બાબતે જાણ થતાં સગીરાની માતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે તરુણ સામે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તરુણને સકંજામાં લીધો હતો.