ખાનગી બેંકમાં નોકરી કરતા યુવકે ઝેરી દવા ગટગટાવી

કરણ હિતેશભાઈ ગઢવી (ઉ.વ.22) ગઈકાલે સાંજે 6.30 વાગ્યા આસપાસ પોતાના ઘરે હતો ત્યારે તેને ઝેરી દવા પી લીધી હતી. પરિવારજનોને જાણ થતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ વધુ સારવાર માટે તેને ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો, જ્યાં ચાલુ સારવાર દરમિયાન રાત્રે 9:30 વાગ્યા આસપાસ તેનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ ભક્તિનગર પોલીસને કરવામાં આવતા પોલીસ સ્ટાફ પહોંચી જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. પોલીસે પરિવારજનોની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, કરણ ખાનગી બેંકમાં નોકરી કરતો હતો. તે એક ભાઈ અને એક બહેનમાં મોટો હતો અને અપરણીત હતો. તેણે શા માટે આ પગલું ભર્યું તેનું કારણ સ્પષ્ટ ન થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય બનાવમાં રાજકોટના પેડક રોડ પર આવેલા આવાસ યોજનના કવાર્ટરમાં રહેતા ગોપાલ રવજીભાઇ વાધેલા (ઉ.વ.35) નામના યુવાને આજે સવારે પંચનાથ રોડ પર એસીડ પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી પ્રદ્યુમનનગર પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઇ નીવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં યુવાન છુટક સફાઇ કામ કરતો હોવાનું સામે આવ્યું છે. તેને પહેલી પત્ની હોવા ઉપરાંત બીજી મહિલા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. બીજી પત્ની પહેલી પત્ની પાસે જવાની ના પાડી ઝઘડો કરતી હોય અને ત્રણ મહિનાથી મુંબઇ ચાલી જઈ પુત્રનું મોઢુ પણ જોવા દેતી ન હોવાથી લાગી આવતા તેણે આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે. પોલીસે હાલ નિવેદન નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *