નવા થોરાળામાં લોન નહીં ચૂકવી શકતા મકાનનો માલિક પાસેથી કબજો લેવાયો

ધી સિક્યુરાઈઝેશન એક્ટ હેઠળ રાજકોટના નવા થોરાળામાં મકાનની લોન અને તેનો હપ્તો નહીં ચૂકવી શકનાર મકાનમાલિક પાસેથી કબજો લેવામાં આવ્યો છે.રૂ.3,30,171 ની રકમ બાકી હતી. પ્રાંત અધિકારી-1ના માર્ગદર્શન હેઠળ પૂર્વ મામલતદાર અને તેની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

આ અંગેની વિગત મુજબ રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા નારોલા પ્રદીપભાઈ ગિરીશભાઈ અને નારોલા ભારતીબેન ગિરીશભાઈને રાજકોટ શહેરમાં આવેલ ભાવનગર રોડ ઉપર આવેલ કસ્તુરબા શેરી નંબર-6 નવા થોરાળા વિસ્તારમાં આવેલ મકાન માટે લોન આપવામાં આવી હતી. આ જમીન પર આવેલા ઊભા ઈમલા સહિતનું વર્ષો જૂના બાંધકામવાળુ જર્જરિત હાલતવાળા મકાનનો વેચાણ દસ્તાવેજ ભારતીબેન ગિરીશભાઈ નારોલાના નામે આવેલ છે.આ મિલકત પર બાકી લોન અને તેની વ્યાજની રકમ નહિ ચૂકવાતા આખરે તેની વસૂલાત માટે આ મકાન-મિલકતનો કબજો લેવામાં આવ્યો છે. ધી સિક્યુરાઈઝેશન એક્ટ હેઠળ મિલકતનો કબજો લીધો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *