શહેરમાં આયર્લેન્ડ પાસે અંબિકા ટાઉનશિપમાં માવતરના ઘેર રહેતી પરિણીતાને ગાંધીનગરના અડાલજ ગામે રહેતા પતિ સહિતના સાસરિયાંઓએ ઘરકામ બાબતે ઝઘડાઓ કરતાં હતા તેમજ ઓસ્ટ્રેલિયા રહેતી નણંદ વીડિયોકોલ કરી મેણાં મારતી હોય.
અંબિકા ટાઉનશિપમાં માવતરના ઘેર રહેતી અને એમ.એડ.નો અભ્યાસ કરતી દેવિકાબેન યાદવેન્દ્રભાઇ માંજરિયાએ ફરિયાદ કરી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેને બીએસસી બી.એડ. સુધી અભ્યાસ કર્યા બાદ તેના લગ્ન સને. 2020માં અડાલજ ગામે રહેતા યાદવેન્દ્ર માંજરિયા સાથે થયા હતા. બાદમાં લગ્નના 10 દિવસ બાદ તેડવા મૂકવાના રિવાજ દરમિયાન તે માવતરે હોય ત્યાં તેડવા આવેલા સાસુ વર્ષાબેન અને સસરા કાળુભાઇએ કામ બાબતે અને સવારે ઉઠવા બાબતે મારા પરિવાર સાથે ઝઘડો કર્યો હતો. બાદમાં તેને તેડીને અડાલજ ગામે આવ્યા હતા બાદમાં નાની નાની વાતમાં પતિ ઝઘડાઓ કરી હેરાન કરતા હતા કોઇ પ્રસંગોપાત પરિવાર સાથે જતા તો ત્યાં તેને ઉતારી પાડતા હતા અને સાસુ કહેતાં કે, કુટુંબની અન્ય વહુઓની સરખામણી કરી ઉતારી પાડવાની વાત કરતા હતા.
દરમિયાન સને.2020માં સાસુને કોરોના થઇ જતા અમારો કંઇ વાંક ન હોવા છતાં અમને હેરાન કરતા હતા તેમજ ઓસ્ટ્રેલિયા રહેતા તેના નણંદ કિંજલબેન કેતનભાઇ ખાચર તેને વીડિયોકોલ કરી ઘરકામ બાબતે મેણાં મારી હેરાન કરતા હતા. બાદમાં મારા સાસુ-સસરા મારા પતિને ફોન કરી ચડામણી કરતા હતા. બાદમાં શીતળા સાતમના દિવસે પરિણીતા મંદિરે દર્શન કરવા જતા પતિએ પહેરેલ કપડે કાઢી મૂકી હતી. જેથી તેના ભાઇને વાત કરતાં તે આવીને તેડી ગયા હોય બાદમાં આજદિન સુધી તેડવા આવ્યા ન હતા અને અમારો કરિયાવર પણ હડપ કરી ગયાનું જણાવતા પીએસઆઇ ત્રિવેદી સહિતના સ્ટાફે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.