સમસ્ત બ્રહ્મસમાજનું પંચનાથ મંદિરથી શોભાયાત્રનું આયોજન

ભગવાન પરશુરામ જન્મોત્સવ સમિતિ દ્વારા સતત 40માં વર્ષે અખાત્રીજે ભવ્ય શોભાયાત્રા યોજાશે. શોભાયાત્રાના પ્રસ્થાન પહેલાં પહલગામ ખાતે હુમલાના મૃતક લોકો માટે મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે. શોભાયાત્રા પંચનાથ મંદિર ખાતેથી શરૂ થશે ત્યાંથી લીમડા ચોક, ત્રિકોણબાગ, માલવિયા ચોક, યાજ્ઞિક રોડ, એસ્ટ્રોન ચોક, મહિલા કોલેજ બ્રિજ, કિસાનપરા ચોક, પોલીસ હેડક્વાર્ટર, બહુમાળી ભવન ચોક થઈ ચૌધરી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે પૂર્ણાહુતિ થશે. શોભાયાત્રામાં ધાર્મિક, દેશભક્તિને લગતા ફ્લોટ્સ અને પહલગામ ખાતે બનેલી ઘટનાને અનુસંધાને એક વિશેષ ફ્લોટ્સ પણ રાખવામાં આવ્યો છે. ત્યારબાદ આરતી થશે.અને સર્વે ભૂદેવો માટે પ્રસાદી સ્વરૂપે ભોજનનું પણ આયોજન કરયું છે.

શોભાયાત્રાને સફળ બનાવવા એડવોકેટ મોનીશભાઈ જોષી, કશ્યપભાઈ ભટ્ટ, પ્રતીકભાઈ બલભદ્ર, મૌલિક પંડ્યા, ધનંજયભાઈ દવે, આશિષભાઈ મહેતા, ઘનશ્યામભાઈ મહેતા, સનીભાઈ જાની, ચિંતનભાઈ વ્યાસ, ઉમંગભાઈ ભટ્ટ, રાજાભાઇ ભટ્ટ, પ્રશાંતભાઈ રાજ્યગુરુ, જયભાઈ જાની, વિમલભાઈ દવે, મિહિરભાઈ પુરોહિત, ધર્મેશભાઈ જોષી. તેમજ મહિલા સમિતિ હિરલબેન બલભદ્ર, કિરણબેન જોષી, માહીબેન પંડ્યા, ચંદ્રિકાબેન મહેતા ધાત્રીબેન ભટ્ટ, ફોરમ જોશી, ડો શિવાનીબેન વ્યાસ, બિનલબેન જાની, તેજલબેન, વૈશાલીબેન, હીનાબેન જાની સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *