જેતપુરમાં સીટી કાઉન્સિલ દ્વારા 17માં ભવ્ય સર્વ જ્ઞાતિ શાહી સમૂહ લગ્નઉત્સવ યોજાયો હતો જેમાં ૧૦૮ નવદંપતીએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. ખેડૂત નેતા સ્વ. વિઠ્ઠલભાઇ રાદડિયાનાં સ્મરણાર્થે જયેશભાઇ રાદડિયા ધારાસભ્યનાં સહયોગ અને માર્ગદર્શન થી સિટી કાઉન્સિલ દ્વારા શહેરમાં સ્નેહનું વાવેતર સર્વજ્ઞાતી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે પરંપરા મુજબ જુનાગઢ રોડ પર આવેલ રાજવાડી પાર્ટી પ્લોટ ખાતે ૧૭ માં સર્વ જ્ઞાતિ શાહી સમુહ લગ્નનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
સમૂહ લગ્નમાં જોડાયેલા 108 વરરાજાનો વરઘોડો સરદાર ચોક ખાતેથી ડીજે અને ફટાકડાની આતિશબાજી સાથે નીકળેલ જે સમૂહ લગ્ન સ્થળે પહોંચ્યો હતો જેમાં જયેશ રાદડિયાના હસ્તે ગણપતિ પૂજન કરાયા બાદ લગ્નની વિધિ શરૂ કરવામાં આવી હતી.
આ સમૂહ લગ્નમાં પ્રભુતામાં પગલાં માંડતા નવદંપત્તિઓને જે જે પ્રિયાંકરાયજી મહોદય (મોટી હવેલી) એ આશિર્વચન પાઠવ્યા હતા. પ્રસંગોચિત ઉદબોધન કરતા ભરતભાઈ બોઘરા એ વિઠ્ઠલભાઈ રાદડિયા પરિવારની સેવા ભાવનાને બિરદાવી હતી.
સીટી કાઉન્સિલ ઓફ જેતપુર દ્વારા અત્યાર સુધીમાં ૧૬ સમૂહ લગ્નમાં ૨૫૦૦ દિકરીઓને કન્યાદાન જેવી અમૂલ્ય સેવાની જ્યોત પ્રજ્વલિત રાખી છે. આ પ્રસંગે ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા, મુખ્ય દાતા ચિંતનભાઈ સીતાપરા, ડી.કે. સખીયા, જયેશ બોઘરા, હરિભાઈ ઠુંમર, હરકિશનભાઈ માવાણી, ગોરધનભાઈ ધામેલીયા, દિનેશભાઈ ભુવા, છગનભાઈ ઉસદડીયા, હરેશભાઈ ગઢીયા, રાજુભાઈ ઉસદડીયા, રાહુલ આસનાણી સહિત રાજકીય, સામાજિક અગ્રણીઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમૂહલગ્નની જવાબદારી જેના શિરે હતી તેવા સંસ્થાનાં જયંતીભાઈ રામોલિયા, વી. ડી. પટેલ, પ્રવિણભાઈ ગજેરા, સંસ્થાનાં પ્રમુખ અરવિંદભાઈ વોરા, સેક્રેટરી વિનોદભાઈ કપુપરા, મનહરભાઈ વ્યાસ, કૈલાસભાઈ વૈષ્ણવ, અમીતભાઈ ટાંક, યોગેશભાઇ શિંગાળા તેમજ સંસ્થાનાં મેમ્બરો જહેમત ઉઠાવી હતી.