વાવડી ટી.પી. સ્કીમ 26 અને 27નો ડ્રાફ્ટ સરકારમાંથી મંજૂર

રાજકોટમાં ભળેલા વાવડી વિસ્તારમાં ટી.પી. સ્કીમ બનાવવામાં આવી છે. જે ડ્રાફ્ટને મંજૂરી અપાઈ છે. આ ટીપી સ્કીમ એટલે કે 26 નંબરમાં 17,59,165 ચો.મી.અને 27માં 16,99,283 ચોરસ મીટર ક્ષેત્રફળ છે. ગોંડલ રોડ હાઈવે પર તુલીપ પાર્ટી પ્લોટથી શરૂ કરીને કાંગશિયાળી ગામના રોડ સુધીનો વિસ્તાર આ સ્કીમમાં આવરી લેવાયો છે. જોકે 26 નંબર ઔદ્યોગિક ઝોન છે એટલે તે વિસ્તારમાં ઔદ્યોગિક વિકાસને વેગ મળશે.

નવી બે ટી.પી સ્કીમમાં નાનામાં નાનો રોડ 9 મીટરની પહોળાઈનો હશે જ્યારે 60 મીટરના પહોળાઈના રોડની જોગવાઈ કરાતા વાહન વ્યવહારમાં સરળતા રહેશે. આ બંને ટી.પી. સ્કીમમાંથી મનપાને કુલ 5.73 લાખ ચોરસ મીટરના અલગ અલગ હેતુના 165 પ્લોટ મળશે જેમાં આવાસ, બગીચા, બાળક્રીડાંગણ, રહેણાક હેતુ વેચાણ અને વાણિજ્ય હેતુ વેચાણના પ્લોટ પણ છે. આ કારણે મનપાને પણ ઘણી આવક થવાની છે જોકે હાલ તો માત્ર રોડ-રસ્તા જ ખુલ્લા થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *