સમયસર નોકરીએ આવવાનું કહેતા સુપરવાઇઝર પર હુમલો

શહેરમાં રૈયા રોડ પર સોમનાથ સોસાયટી પાસેના તુલસી પાર્કમાં રહેતા અને હનુમાન મઢી પાસે રહેતા અને મૂળ બાબરાના તેમજ નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિટલમાં હાઉસકીપિંગ સુપરવાઇઝર તરીકે નોકરી કરતા ભાવિનભાઇ મનસુખભાઇ મકવાણા (ઉ.26) તા.21-4ના રોજ તે હોસ્પિટલમાં નાઇટ ડ્યૂટી પર હોય રાત્રીના હોસ્પિટલ ગયા હતા. દરમિયાન ત્યાં કામ કરતો ચિરાગ પ્રવીણભાઇ સોલંકી કામ પર મોડો આવ્યો હતો જેથી તેને ઠપકો આપી નોકરી પર વહેલા આવી જવાનું કહ્યું હતું.

જેથી ચિરાગ ઉશ્કેરાયો હતો અને ઝઘડો કર્યો અને તું નીચે આવ પરંતુ ભાવિનભાઇ નીચે ગયા ન હતા જેથી ચિરાગઅે બહાર જઇને ફોન કરી ગાળો આપી હતી. જેથી ભાવિનભાઇએ ફિલ્ડ મેનેજર સાગરભાઇ અને ઓપરેશન મેનેજર રવિભાઇને જાણ કરી હતી જેથી બન્નેએ ચિરાગને સમજાવતા ત્યાંથી જતો રહ્યો હતો. ત્યારબાદ તા.22ના રોજ મંગળવારે ચિરાગે ફોન કરી ઝઘડો કર્યો હતો જેથી ભાવિનભાઇએ તેનો નંબર બ્લાેક કરી દીધો હતો અને સાંજે નોકરી પૂરી કરી હોસ્પિટલ પાસે ચાની હોટેલ પાસે હતા ત્યારે ચિરાગ સ્કૂટર લઇને ધસી આવ્યો હતો અને છરી વડે હુમલો કરી નાસી જતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાતા ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *