રાજકોટ બેડી-માલિયાસણમાં ડિમોલિશનરૂ.14 કરોડની જમીન ખુલ્લી કરાઈ

રાજકોટમાં બેડી અને માલિયાસણમાં સરકારી જમીન પર ખડકાયેલા દબાણો દૂર કરવામાં આવ્યા છે. સરકારી જમીન પર દબાણકર્તાઓએ ઢોરના તબેલા, દુકાન, મકાન, ગેરેજ, ચા-પાનની દુકાન વગેરે ખડકી દીધી હતી. તાલુકા મામલતદારની ટીમે સરકારી જમીન પર દબાણો દૂર કરી રૂ.14 કરોડની જમીન ખુલ્લી કરી હતી.

રાજકોટ-મોરબી હાઈવે પર બેડી ચોકડી પાસે સરકારી ખરાબાની અંદાજિત 1 હજાર ચોરસ મીટર જમીન પર છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર દબાણો ખડકી દેવામાં આવ્યા હતા.જેની કિંમત રૂ.10 કરોડની હતી. સરકારી જમીન પર બુટ ભવાની પાન- કોલ્ડ્રીંક્સ, શેરડીના રસનો ચિચોડો, લાજવાબ નોનવેજ રેસ્ટોરન્ટ- પાન અને કોલ્ડ્રીંક્સ, સતગુરુ સ્ક્રેપ તથા પંક્ચરની દુકાન સહિતના દબાણો દૂર કર્યા હતા. આ ઉપરાંત માલિયાસણ ગામે સરકારી ખરાબાના સરવે નંબર 333 પૈકીની જમીન પર ઢોરના તબેલા, દુકાન,મકાન, ગેરેજ સર્વિસ સેન્ટર તેમજ ચા-પાનની દુકાન ખડકી દેવામાં આવી હતી. બે એકર જેટલી જમીન પર દબાણ કરવામાં આવ્યું હતું. જેની કિંમત અંદાજિત રૂ. 4 કરોડ આંકવામાં આવી છે. દબાણગ્રસ્ત જમીનનું ગેરકાયદેસર વેચાણ પણ થયું હોવાનું તંત્રના ધ્યાન પર આવ્યું છે. તે પ્રકરણમાં અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *