શહેરમાં બ નાના મવા રોડ પર અંબિકા ટાઉનશિપમાં રહેતા અને ઢેબર રોડ પર પ્રભાત નટ બોલ્ટ નામે દુકાન ચલાવતા વિનોદભાઇ શામજીભાઇ વાઘેલા તા.17-3ના રોજ તેની દુકાને હતા ત્યારે અગાઉ છૂટક માલ લેવા આવતો પરેશભાઇ લિબાસિયા અમારી દુકાને આવ્યો હતો અને હાલ મને ચલણમાં માલ આપો, હું તમને બધા પૈસા તા.22-3ના રોજ ચૂકવી આપીશ કહેતા તેને કટકે-કટકે રૂ.1.14 લાખનો સામાન રિક્ષામાં ભરી આપ્યો હતો.
બાદમાં તા.22ના રોજ દુકાને આવી પરેશભાઇએ ફોન કર્યા હતા પરંતુ તે ફોન ઉપાડતા ન હોય જેથી તેને આપેલા સરનામે રેલનગર મેઇન રોડ પર શ્રીરામજી સોસાયટીમાં દાતાર એન્ટરપ્રાઇઝએ ગયા હતા પરંતુ ત્યા આવી કોઇ દુકાન ન હતી.
બાદમાં રિક્ષાવાળાને બોલાવી માલ ક્યા ઉતાર્યો હતો જેની પૂછતાછ કરતા તેની સાથે વાત કરી ઢેબર રોડ પર ગોપાલ હોટેલ પાસે ચામુંડા નટ બોલ્ટ નામની દુકાને માલ ઉતાર્યો હોવાનું જણાવતા દુકાનદાર દીપકભાઇ મકવાણા સાથે ફોનમાં વાત કરતા પરેશભાઇ માલ આપી પૈસા લઇ ગયા હોવાનું જણાવતા વેપારીએ ફરિયાદ કરતા ભક્તિનગર પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.