રાજકોટ સેશન્સ કોર્ટનો ચુકાદો

5 વર્ષ પહેલા રાજકોટના રવિરત્ન પાર્કની શેરીમાં છરીના આડેધડ ઘા ઝીંકી હરેશ માધવજીભાઈની હત્યા કરનાર આરોપી ફિરોજ ઝીકરભાઈ મોટલીયા (હાલ ઉમર વર્ષ 35)ને તકસીરવાન ઠરાવી અધિક સેશન્સ જજ વી.એ.રાણાએ આજીવન સખત કેદની સજા તથા રૂ.25,000નો દડ ફટકારેલ છે. તેમજ મૃતકના પરીવારજનોને રૂ.10 લાખનું વળતર ચુકવવા જિલ્લા કાનુની સેવા સતા મંડળને ભલામણ કરવામાં આવી છે.

મૃતકના વાહન સાથે વાહન અથડાવી છરી વડે ઉપરાછાપરી ઘા માર્યા ગત તા.23.02.2019ના રોજ બપોરના સમયે કાલાવડ રોડ પર સ્વામીનારાયણ મંદિરની સામે મૃતક હરેશ માધવજીભાઈ અને આરોપી ફિરોજ મોટલીયા નાણાકીય વ્યવહાર અર્થે મળ્યા હતા. ત્યારબાદ બંને વચ્ચે ઝઘડો થતા મૃતક હરેશભાઈ સ્થળ ઉપરથી રવિરત્ન પાર્ક, શેરી નંબર 4ના ખુણા પાસે જઈ રહ્યા હતા. ત્યારે આરોપી ફિરોજ માટલીયા પોતાનું વાહન મૃતકના વાહન સાથે અથડાવી તેને પછાડી દઈ પોતાની પાસે રહેલ છરી વડે મૃતકના શરીર ઉપર ઉપરાછાપરી ઘા માર્યા હતા. મોટર સાઈકલ ભટકાવાથી આરોપી ફિરોજને પણ ઈજા થતા તેઓએ બનાવ બાદ સિવીલ હોસ્પિટલે જઈ સારવાર લીધી હતી. બનાવ અંગે મૃતકના ભત્રીજા પિયુષ મકવાણાએ પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે અલગ અલગ જગ્યાએથી સીસીટીવી ફુટેજ કબ્જે કર્યા હતા અને આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ તપાસ બાદ આરોપી વિરૂદ્ધ ચાર્જશીટ રજૂ થતા આરોપી તરફે બચાવ લેવામાં આવ્યો હતો કે, રવિરત્ન પાર્ક શેરી નંબર 4માં નજરે જોનાર સાહેદ મૃતકના સગા છે અને તે બનાવ સમયે સ્થળ ઉપર હાજર હોય તે સંભવિત નથી. આ ઉપરાંત બચાવ લેવામાં આવ્યો હતો કે, સીસીટીવી ફુટેજની જે સીડી મેળવવામાં આવેલ છે તે સીડી સાથે પુરાવા અધિનિયમની કલમ-65(બી)નુ પ્રમાણપત્ર ન હોવાથી આ સીડીની અંદરનો ડેટા જોઈ શકાય નહી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *