સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બુધવારે કુલપતિના અધ્યક્ષસ્થાને એકેડેમિક કાઉન્સિલની બેઠક મળી હતી જેમાં જુદી જુદી અભ્યાસ સમિતિના ચેરમેન સહિતના ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં વિવિધ અભ્યાસક્રમોની મંજૂરીને બહાલી આપવામાં આવી હતી. GCAS મારફતના સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં ‘Preparation of Merit List’ના મંજૂર થયેલ નિયમોને બહાલી આપી હતી. તબીબી તથા ફિઝિયોથેરાપી વિદ્યાશાખા દ્વારા રજૂ કરેલા સત્ર વ્યવસ્થાની મંજૂરીને બહાલી આપી હતી.
નોન કાઉન્સિલ વિદ્યાશાખા હેઠળના સ્નાતક કક્ષાનાં Non- NEP અભ્યાસક્રમો હેઠળના વિદ્યાર્થીઓને બાકી રહેલ અભ્યાસક્રમને પૂર્ણ કરવા માટે NEP અભ્યાસક્રમમાં જોડી દેવા માટે મંજૂર કરાયેલ નિયમોને બહાલી અપાઇ હતી. નોન કાઉન્સિલ વિદ્યાશાખા હેઠળના સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો માટે મંજૂર કરાયેલ પ્રવેશ યોગ્યતાના નિયમો તથા સત્ર ફી એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં મંજૂર કરાઈ. MCA તથા MBA અભ્યાસક્રમમાં અધ્યાપકોની નિમણૂક માટે AICTEના નિયમો મુજબ BBA તથા BCAના અભ્યાસક્રમમાં અધ્યાપકોની નિમણૂક માટે તે મુજબના જ AICTE ના નિયમો રાખવા બીઓએમને ભલામણ કરી હતી.