રાજકોટના ગંજીવાડામાં રહેતા અને મેસવડા ગામે 60 વર્ષથી જમીન વાવતા યુવક અને તેના ભાઇ સાથે ઝઘડો કરી મારો ભાઇ પીએસઆઇ છે તમને ખોટા ગુનામાં ફિટ કરી દઇશ તેમજ જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાની ફરિયાદ કરતાં એરપોર્ટ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
ગંજીવાડામાં રહેતા હકાભાઇ માનસુરભાઇ પરમાર અને તેનો પરિવાર મેસવડા ગામે કટકી નામે ઓળખાતી જમીન વાવતા હોય જેમાં જેસીબી ચાલતું હોવાનું તેના કાકાના પુત્ર દીપકભાઇએ વાત કરતા તેના મોટા ભાઇ દેવાભાઇ સાથે તેની જમીને ગયા હતા ત્યાં તેની જમીનમાં જેસીબી ચાલતું હોય જેથી તેને ના પાડતા કેશુ જેસિંગભાઇ આહીર નામના શખ્સે આવીને કહ્યું કે, જેસીબી બંધ નથી કરવું, તમારે જે કરવું હોય તે કરી લ્યો. અને અત્યારે જ વાડીમાંથી બહાર નીકળી જાવ મારો ભાઇ પીએસઆઇ છે. તમને ખોટા ગુનામાં ફિટ કરી દઇશ કહેતા તેના કાકાના પુત્ર દીપકે તેના મોબાઇલમાંથી ફોટા પાડતા કેશુએ ઉશ્કેરાઇને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યાની ફરિયાદ કરતાં એરપોર્ટ પોલીસે એટ્રોસિટી સહિતનો ગુનો નોંધી કાર્યવાહી કરી છે.