રાજકોટ PCB દ્વારા ભંગાર અને બુટ ચપ્પલ ભરેલા કોથળાની આડમાં દારૂ સહીત 11.75 લાખનો મુદામાલ જપ્ત કરી

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો દારૂ ઘુસાડવા માટે કોઈને કોઈ અવનવા નુસખા અપનાવતા હોય છે અને તેમના આ કીમિયા નાકામ બનાવવા પોલીસ દ્વારા મહેનત કરવામાં આવી રહી છે. રાજકોટ શહેરના આજીદ ચોક નજીક ભારત ઈન્ડસ્ટ્રીયલ એરિયાના એક ગોડાઉનમાં ભંગાર અને ચપ્પલના કોથળાની આડમાં દારૂનો જથ્થો છુપાવીને રાખવામાં આવ્યા હતો જે પકડી પાડી પોલીસે કુલ કિંમત રૂપિયા 3.75 લાખના દારૂ તેમજ આઇસર મળી કુલ રૂપિયા 11.75 લાખનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં પકડાયેલા દારૂનો જથ્થો સેલવાસથી સપ્લાયર સાથે જ આવ્યો હોવાનું અને રામનાથપરાના શખસને ડીલીવરી કરવાનો હોવાનું સામે આવતા પોલીસે બે શખસોની ધરપકડ કરી રાજકોટના શખસને પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

રાજકોટ આજી ડેમ ચોકડી પાસે આવેલ ભારત ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં સુમન ઈન્ડસ્ટ્રીઝ સામેના ગોડાઉનમાં દારૂ રાખવામાં આવ્યો હોવાની બાતમીના આધારે શહેર પીસીબી પોલીસે દરોડો પાડ્યો હતો. ગોડાઉન તથા બાજુમાં પડેલા આઈશર ટ્રકમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં 180 એમએલની 768 બોટલ, રિઝર્વ વ્હીસ્કીની 480 બોટલ, વોડકાની 384 બોટલ, ફલેવર્ડ વોડની 192 બોટલ સહિત કુલ 3.75 લાખની કિંમતની 2304 બોટલ કબ્જે કરવામાં આવી હતી. આ સિવાય 8 લાખની કિંમતના આઈશર ટ્રક સહિત 11.75 લાખનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *