4 ચેક રિટર્નના કેસમાં એડ એજન્સીના સંચાલકને દોઢ-દોઢ વર્ષની જેલ સજા

રાજકોટ મહાનગરપાલિકામાં જાહેરાત અને હોર્ડિંગ્ઝ પબ્લિસિટી માટેનું ટેન્ડર મંજૂર થયા બાદ વડોદરાની સન કોમ્યુનિકેશનના પ્રોપરાઇટર કિરણ વસંતરાવ કદમે અલગ-અલગ ભરવાની થતી રૂ.19.84 લાખની રકમ પેટે ચાર ચેક આપ્યા હતા. જે ચેક રિટર્ન થતા અદાલતમાં કેસ કરાયો હતો અને આ કેસ ચાલી જતા અદાલતે સન કોમ્યુનિકેશનના પ્રોપરાઇટર કિરણ વસંતરાવ કદમને તકસીરવાન ઠરાવીને અલગ-અલગ ચાર ચેક રિટર્નના કેસમાં દોઢ-દોઢ વર્ષની સજા એટલે કે કુલ 6 વર્ષની સજાનો હુકમ કર્યો હતો તેમજ ચેક મુજબની રકમ 60 દિવસમાં વળતર પેટે ચૂકવી આપવા આદેશ કર્યો હતો. જો ચેક મુજબની રકમ 60 દિવસમાં ન ચૂકવે તો વધુ 6-6 માસની સજાનો હુકમ કર્યો હતો.

આ કેસની વિગત એવી છે કે, મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પબ્લિસિટી માટે હોર્ડિંગ્ઝ તેમજ સેન્ટ્રલ લાઇટિંગ પોલ પર કિયોસ્ક બોર્ડ વગેરે માટે ટેન્ડર પ્રક્રિયામાં વડોદરાની કંપની સન કોમ્યુનિકેશનના પ્રોપરાઇટર કિરણ વસંતરાવ કદમનું ટેન્ડર મંજૂર થતા તેમને શરતો મુજબ રૂ.19.84 લાખના ચાર ચેકો આપ્યા હતા. જે ચેક રિટર્ન થતા મહાનગરપાલિકાએ નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની જોગવાઇ મુજબ અલગ-અલગ ચાર ફરિયાદ કરી હતી. જે કેસ ચાલી જતા કોર્ટે પુરાવા અને દલિલો ધ્યાને લઈ સજા અને ચેકની રકમ ચૂકવવા હુકમ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *